Saturday, September 13, 2014

આચમન

  • હું શીખ્યો નથી. મેં જાણ્યું છે. શીખવા કરતાં જાણવું વધુ યોગ્ય છે તે હું સ્વીકારું છું.
  • એટલે જાણ્યા પછી પણ કંઈક જાણવું તો બાકી રહેતું જ હોય છે. કેવું મજાનું !
  • કોઈની પાસેથી સાંભળેલું અન્યને કેવી રીતે સમજાવી શકાય તે મને આવડતું નથી. હું તો મને જે સમજાયું છે તે જ કહી શકીશ.
  • કશું બનીને આગળ વધે તેના કરતાં તેમનો વિકાસ થાય તેવું હું કરું.
  • માણસ દરેક ઘટના કે વર્તનનું પોતાને ગમે તેવું જ અર્થઘટન કરવાનું કેમ શીખતો હશે તે મને ખબર નથી પડતી.
  • કંઈ પણ છોડવા કે નવું કરવા માટે અન્યની આજ્ઞા શા માટે લેવી પડે?
  • તારે શું કરવું તે તારા સિવાય કોઈ નક્કી ના કરે તો સારું.
  • કોઈનું કહ્યું કોઈ રોકાયું છે?
  • પ્રેમ સદા હોય જ છે. આકાશની જેમ તે સર્વવ્યાપી છે. વાદળથી ઢંકાયેલું હોય, રાતના અંધકારમાં છુપાયેલું હોય કે બંધ ઓરડામાંથી ના દેખાતું હોય; તો પણ, આકાશ ક્યારેય ના હોય એવું બને છે? પ્રેમ હોય છે. તે કરી શકાય કે મટાડી શકાય નહિ. 
  • કોઈ પણ વ્યકિત કે સમાજ આપણી સાથે સહમત થાય, આપણું સારું ઈચ્છે કે કરે તેના તરફ થાય અને તેથી વિરુદ્ધનું કરે તેના તરફ ના થાય તે લાગણીને બીજું ગમે તે કહી શકાય, પણ પ્રેમ નહિ.
  • સામે અને સાથે રહેવાથી કોઈને કંઈ આપી શકાય તે વાત હું નથી માનતી.
  • તેં એવો કોઈ ભાળ્યો છે જે પોતાને કહેતો હોય એ જ બીજાને કહે?
- અતરાપી 
- ધ્રુવ ભટ્ટ.

No comments:

Post a Comment