Saturday, September 13, 2014

આચમન

  •    આપણે આપણી જાતને જે છીએ તે સ્વીકારતા નથી. આપણે આપણી જાતને જે માનીએ છીએ તે તરીકે સ્વીકારીએ છીએ.
  •     અસલી અર્થાત્, એક્ટીવ જીવન એટલે મન, બુદ્ધિ, હૃદય, આત્મા જે કહે છે, એને માની એ પ્રમાણે જીવવું. ભલે બધા દેશી કહે તો દેશી, પણ ગુજરાતી થાળી જમવાની મજા આવતી હોય તો એ જમવું એટલે અસલી જીવન.
  •    સ્વપ્નને વાસ્તવિક મહેનતનો ટેકો નહિ મળે તો સ્વપ્ન ધૂળધાણી થઇ જશે. ભવ્ય અને ક્રાંતિકારી વિચારો તો ઘણાને આવે છે, પણ જેઓ તેની ઉપર કામ શરૂ કરે છે, તેઓ જ ઇતિહાસમાં સ્થાન પામે છે.
  •      શું સારું કે શું ખરાબ, શું કરવું જોઈએ કે શું ના કરવું જોઈએ એ આપણે નક્કી કરવા જઈએ તો અવશ્ય ગૂંચવાઈ જશું. પરંતુ, જે કાર્ય કરીએ છીએ તે અને તે કાર્ય શા માટે કરીએ છીએ એ અંગે જાગ્રત હોઈએ તો ઘણા રસ્તા ખૂલવા માંડે.
  •    અને તરસ છે તો ચોક્કસથી ક્યાંક પાણી હોવાનું જ. કારણ કે કુદરત એટલી નિષ્ઠુર તો નથી જ કે જે તરસનું નિર્માણ કરે અને પાણીની શોધ જ ન કરે, કુદરત એટલી તો નિર્દયી ન જ હોય કે ખાલીપો આપે અને ભરપૂર જીવનની શક્યતા ન આપે, કુદરત એવી દયાહીન તો નથી જ કે શોધ કરવાની લગન આપે અને શોધ કરવાની શક્તિ ના આપે. જો તરસ છે, તો પાણી હોવાનું અને હોવાનું જ.  

--  ચિનગારી
-- મૂકેશ મોદી

No comments:

Post a Comment