Saturday, September 13, 2014

હું ને ચંદુ

હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગીપપ્પાની લઈ લૂંગી ,પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગીહું ને ચંદુ
દાદાજીનાં ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુહું ને ચંદુ
કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક,ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા;ચંદુડિયાનો કાન આમળ્યોમને લગાવ્યા ધબ્બાહું ને ચંદુ
-રમેશ પારેખ

No comments:

Post a Comment