Showing posts with label Ramanlal Soni. Show all posts
Showing posts with label Ramanlal Soni. Show all posts

Saturday, September 13, 2014

રીંછ એકલું ફરવા ચાલ્યું

રીંછ એકલું ફરવા ચાલ્યુંહાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી !

ઝૂકી ઝૂકી ભરી સલામોબોલ્યું મીઠાં વેણઃ
મારે ઘેર  પધારો  રાણારાખો મારું ક્હેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં,ચાખોજી મધ મીઠું,
નોતરું દેવા  ખોળું  તમને – આજે મુખડું દીઠું !

રીંછ જાય છે આગળ, એના પગ ધબ ધબ,
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ !!

ઘર આ મારુંજમો સુખેથીમઘની લૂમેલૂમ
ખાવા  જાતાં   રાણાજીએ   પાડી   બૂમે બૂમ !
મધપુડાનું વન હતું એ નહીં માખીનો પાર,
બટકું પૂડો  ખાવા  જાતાં  વળગી  લારોલાર !!

આંખે,  મોઢે,  જીભે,  હોઠે ડંખ  ઘણેરા લાગ્યા,
ખાધો બાપ રે!કરતા ત્યાંથી વનરાજા તો ભાગ્યા !

રીંછ એકલું ફરવા ચાલ્યુંહાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યાતાઆફત ટાળી મોટી !
-- રમણલાલ સોની