ઝરૂખો
સાહિત્યના ઝરૂખેથી દુનિયાનું દર્શન....
Monday, September 29, 2014
લીલ લપાઈને બેઠી
-
સુરેશ દલાલ
લીલ લપાઈને બેઠી જળને તળિયે
;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે !
કંપ્યું જળનું રેશમપોત
;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ
;
નેણને અણજાણી આ ભોમ.
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment