Saturday, September 13, 2014

સકલ મારું ઝળહળ

સકલ  મારું  ઝળહળ
મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો
કે  ઘર  મારું  ઝળહળતું
પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો
ભીતર  મારું   ઝળહળતું ….મેં  તો
મેં  તો  મેડી  પર  દીવડો  મેલ્યો
કે મન  મારું  ઝળહળતું
પછી ડમરો રેલમછેલ    રેલ્યો
કે  વન  મારું  ઝળહળતું    મેં તો
મેં  તો કૂવા  પર   દીવડો  મેલ્યો
કે  જળ  મારું   ઝળહળતું
પછી  છાયામાં  છાયો  સંકેલ્યો
કે  સકલ  મારું  ઝળહળતું ….મેં  તો
મેં  તો  ખેતર  પર  દીવડો   મેલ્યો
કે  પાદર  મારું  ઝળહળતું
પછી  અવસર  અજવાળાનો  ખેલ્યો
કે  અંતર  મારું  ઝળહળતું …..મેં તો
મેં  તો  ડુંગર  પર  દીવડો   મેલ્યો
કે  ગગન  મારું   ઝળહળતું
પછી  અણદીઠો   અક્ષર ઉકેલ્યો
કે  ભવન  મારું  ઝળહળતું  …..મેં તો
-દલપત પઢીયાર

No comments:

Post a Comment